top of page

એક્લેરા ભાણોદરાનાં નવા સરપંચ તરીકે રીટાબેન એન. રાઠોડ.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 21, 2021
  • 1 min read

સચિન પ્રજા પંખ : ગ્રામ પંચાયત નાં પરિણામ આવતા જ, ૫૨૨ મતે રીટાબેન નવીનભાઈ રાઠોડ હવે એકલેરા ભાણોદરા ગામના નવા સરપંચ તરીકે ચુંટાયા અને સાથે પહેલા ૦૬ સદસ્યો સમરસ હતા સુધાબેન રાઠોડ, વાસંતીબેન આહીર, નૈના બેન રાઠોડ, મોજીયા સુલેમાન, પ્રવીણભાઈ રાઠોડ અને ફારુખ અહમદ સમરસમાં બિનહરીફ થયા હતાં બાકીના

આ ચુંટણીમાં હવે બે વધુ સદસ્યો મનહરભાઈ સુરતી અને યુસુફ ભામજી ની પણ જીત થતાં ગામમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ વખતે ચુંટણી પંચ દ્વારા ૫૦ ટકા મહિલા સરપંચ ની સીટ ફળવાઇ હતી. સમગ્ર ગ્રામ્ય લેવલે ચુંટણીમાં ફક્ત વ્યક્તિ જોઈને ગ્રામજનો મત આપતાં હોય છે. આ ગામમાં ૧૯૬૩ બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઇ હતી જેમાં ગેસ સગડીને વધુ નિર્ણાયક મત મળતાં ગામમાં હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. લોકો ફૂલહાર થી સ્વાગત કરવા ઘેર ઘેરથી નીકળી રહ્યા છે. હવે એકલેરા ભાણૌદરા ના સરપંચ તરિકે રીટાબેન રાઠોડ અને ડે..સરપંચ તરિકે પ્રવિણભાઈ રાઠોડ ગામની સેવા કરશે .


 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page