એક પેડ જૂની પેન્શન યોજના કે નામ" અંતરગત સુરત મનપાના યુનિયનો દ્વારા વૃક્ષા રોપણ....
- Praja Pankh
- Jul 12, 2022
- 1 min read
પ્રજાપંખ સચિન : કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર તથા ગ્રાન્ટેડ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને જૂની પેન્શન યોજના ફરી શરૂ થાય તે માટે સમગ્ર ભારત ભરમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. જેના એક ભાગરૂપે "એક પેડ જૂની પેન્શન યોજના કે નામ" અંતરગત સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઇ સ્ટાફ યુનિયન તેમજ નો પ્રૂફ ટીમ સુરત મહાગરપાલિકા દ્વારા આજરોજ મુખ્ય કચેરી, સ્મીમેર હોસ્પિટલ, વિવિધ વોર્ડ ઓફિસો, હેલ્થ સેન્ટરો,વાહન ડેપો તેમજ ઝોન કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં એક પેડ જૂની પેન્શન યોજના કે નામ" અંતરગત સુરત મનપાના યુનિયનો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નો પ્રુફ ટીમ ગુજરાતના સલાહકાર અને સુરત સુધરાઇ સ્ટાફ યુનિયનનાં પ્રમુખશ્રી મોહંમદ ઇકબાલ શેખ, મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ, કારોબારી સભ્ય પાલજીભાઈ કાનપરિયા, કનુભાઈ પ્રજાપતિ તેમજ સંયોજકો સંજય પરમાર, રવી ઠક્કર, શાહુલ મોગેરા ,સાગર, રોશની મોદી તેમજ વિશેષ કર્મચારીઓ પોતાની માંગણી માટે મોટી સંખ્યામાં જોડાયા હતા.
留言