એક નવી પહેલ...પલસાણા ગામ પાળશે સ્વૈચ્છિક લોક ડાઉન...
- Praja Pankh
- Apr 9, 2021
- 1 min read

સચિન પ્રજા પંખ 09-04-21 : હાલની કોરાના ની પરિસ્થિતિ જોતા ચુંટણી ઓ બાદ ગુજરાતમાં કોરોનાનું વાવાઝોડું સુમાની ની જેમ આવી રહ્યું લાગે છે. ચેતતો નર સદા સુખી, હાલાકી મૃત્ય દર ઓછો છે. છતાં સુરત અને જિલ્લામાં સંક્રમણના નવા કેસમાં વધારો થઇ જતાં , નવા કેસના આંકડા દર્શાવે છે કે સુરત અને સુરત જિલ્લામાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે, ગુજરાત સરકાર તો પગલા લઇ રહી છે, પરંતુ ૧૦૦ ટકા નાગરિકોએ જાતે કોરોના ના નિયમોનું પાલન કરવું પડે જે અમુક ટકા બની શકે કે, ન કરતાં હોય, ચેતતો નર સદા સુખી કહેવત ની જેમ સુરત જિલ્લામાં પલસાણા ગામ પૂર્ણ રીતે તારીખ ૧૦/૪/૨૧ ના રોજ સ્વૈચ્છિક રીતે લોક ડાઉન પાળશે, આ લોક ડાઉન રાતના ૮ થી સવારે ૬ સુધી રહેશે. આ માટે સરપંચ પ્રવીણ આહીરે વેપારી અને નગરજનોને જાહેર નમ્ર આપીલ કરી છે. વેપારીઓ અને નગરજનો પણ સહયોગ આપી રહ્યા છે, એમણે પણ આ સ્વૈચ્છિક લોક ડાઉન ને આવકાર્યું છે. રોજે રોજના કેસોના વધતાં પ્રમાણને જોઇને ગામડાંઓ ચેતી રહ્યા છે અને જાતે જ લોકડાઉન લાગુ કરી કોરોના વિરુદ્ધ જંગ લડી લેવાનું મન બનાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આ શરૂઆત પલસાણા એ કરી છે તો આજુ બાજુના ગામમાં પણ સ્વયં ભૂ લોક ડાઉન પાળશે તો ચોક્કસ કોરોના ને હરાવી શકીશું
Comments