ઉંબેર ગામ ખાતે પુર્વ ધારાસભ્ય સ્વ રાજાભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ ઉજવાઇ. . .
- Praja Pankh
- Aug 5, 2021
- 2 min read
ઉંબેર માજી સરપંચ ધનસુખ પટેલે સ્વ. રાજાભાઈ પટેલે કરેલા કામોને યાદ કર્યા, તેમની યાદ મા દરેક ને એક એક તુલશીનો છોડ અર્પણ કરાયો. . . રાજા પટેલ જેવું નામ હતું... તેવું જ તેમનું કામ પણ હતું : ઉંબેર માજી સરપંચ ધનસુખભાઇ પટેલ
સચિન પ્રજાપંખ દ્વારા : વોર્ડ નં.30 ઉંબેર ગામ ચોર્યાંસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વ રાજાભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ ઉજવાઇ, સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનના પાલન સાથે કરવામા આવ્યો હતો. રાજાભાઇની યાદમા વિશેષ ઉંબેર ગામ ખાતે ભાજપ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યુ અને બાળકોને બિસ્કિટ પણ વિતરણ કર્યા, આજના છઠ્ઠી પુણ્યતિથિ કાર્યક્રમમાં સુરત શહેર મંત્રી ભિખુભાઇ પટેલ, વોર્ડ પ્રમુખ દિપક ચૌધરી, ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ અને કરણ પટેલ, મહીલા અગ્રણી દિપિકાબેન નરેશભાઇ પટેલ, વોર્ડ-૩૦નાં કોર્પોરેટરમાં હસમુખ નાયકા – ચેરમેન કાયદા સમિતિ, ચિરાગસિંહ સોલંકી- ટીપી સમિતી સદસ્ય, રીનાબેન રાજપૂત – પાણી સમિતિ સદસ્ય, અને પિયુષાબેન પટેલ – બાંધકામ સમિતિ સદસ્ય તથા સહુ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. સહુ પધારેલ મહાનુઅભાવોએ સ્વ. રાજાભાઇ ને યાદ કરીને કહ્યું કે, તેઓ નિખાલસ સ્વભાવ નિર્દોષ સ્મિત ધરાવતા અને નાના મોટા સહુને હમેશાં મીઠો આવકાર આપતાં હતાં, એ સહુના શુભ ચિંતક હતાં. તેમને કરેલા કામો જ એટલા સુંદર છે કે એમને હમેશા યાદ કરવાજ પડે આ સાથે કાર્યક્રમની વધુ વિગત આપતાં ઉંબેરનાં માજી સરપંચ ધનસુખભાઇ પટેલે પ્રજાપંખ ને જણાવ્યું કે, રાજા પટેલ જેવું નામ હતું... તેવું જ તેમનું કામ પણ હતું સ્વર્ગીય રાજા પટેલ પાર્ટીના નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા હતાં તેઓ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ પણે સમર્પિત અને દરેક કાર્યકર અને લોકો માટે સદેવ ચિંતીત રહેતા, તેઓ ખરેખર પ્રજાનો સેવક હતાં જેણે અમે ગુમાવ્યો છે. જેનું દુઃખ અમને હંમેશા છે. તેઓ નામથી નહિ પરંતુ ખરેખર દિલથી રાજા હતા. તેઓની ગણતરી સક્રિય ધારાસભ્યોમાં થતી. તેમને અમારા ગામ ઉંબેર સાથે મતક્ષેત્રમાં ખુબ જ વિકાસના કાર્યો કર્યા છે જેથી આ વિસ્તારની પ્રજા તેમને ક્યારેય ભૂલશે નહીં. સમગ્ર ગામ વતી અને સ્વ.રાજાભાઇને એમની છઠ્ઠી પુણ્યતિથિએ શત શત નમન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
Comments