ઉનાળુ વેકેશનમાં બાળકો માટે વિવિધ જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન: સમર વેકેશન કેમ્પ
- Praja Pankh
- May 7, 2021
- 1 min read

(Creative Science Programs & Activity Workshop for cchildren under Summer camp)
અમારું જીલ્લા કક્ષાનું લોક વિજ્ઞાન(District Community Science Center)-સુરત એ ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ(DST) હસ્તકના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)-ગાંધીનગર દ્વારા પ્રેરિત અને માન્યતા પ્રાપ્ત છે.છેલા ૧૬ વર્ષથી સુરત ખાતે કાર્યરત છે, જીલ્લાની ૧૫૦ શાળાઓ ગુજકોસ્ટ સાયન્સ ક્લબ અને ઈકો ક્લબથી અમારી સાથે જોડાયેલ છે,
ઉનાળુ વેકેશનની રજાઓમાં ફ્રી સમયમાં, ખાસ કરીને છેલ્લા એકાદ વર્ષથી corona ની પરિસ્થિતિમાં બાળકો શાળાએ જઈ શક્યા નથી તેવા સંજોગોમાં કંટાળેલા હશે જ, આ સમયમાં બાળકો સાર્જનાત્મક પ્રવૃત્તિઓ, ગમ્મત સાથે જ્ઞાન મેળવે, બહાર ફરીને સંક્રમિત નાં થાય, ઘરે રહી સુરક્ષિત રહે, તેવા આશયથી માટે બાળકો માટે વિવિધ જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું અમારાં વિભાગ અને ગુજકોસ્ટના સયુંકતરીતે સમગ્ર ગુજરાતમાં એક સાથે આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને વિજ્ઞાનની વિવિધ શાખાઓ જેમકે ગણિત/ ભૌતિક/ રસાયણ/ જૈવિકશાસ્ત્ર/ ખગોળશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક જેવા વિષયો પર વિષય તજજ્ઞ(Sub. experts) દ્વારા વર્સુઅલ(online) સવારે(૧૦.૩૦ કલાકે) અને સાંજના ૫ કલાકે એમ એક-એક કલાકના બે-સેસનમાં રોજ તા.૧૧-મે થી ૧૦-જુન સુધી એક મહિના માટે માગદર્શન અને પ્રવૃતિઓ કરાવવામાં આવશે, જે બાળકો માટે પોતાના અભ્યાસક્રમમાં અને સામાન્યજ્ઞાન માટે ખુજ ઉપયોગી થશે, રસ ધરાવનાર બાળકોએ નીચે આપેલ લીંક પર પોતાનું રજીસ્ટ્રેશન તાત્કાલિક કરાવી લેવું,
Registration link: https://forms.gle/6yXPQMcdibeGoKfJA
નોંધ:
૧.આ કાર્યક્રમાં ઉં. વર્ષ ૧૦-૧૭ વર્ષનાં બાળકો ભાગ શકશે, અમુક એક્ટીવીટી બેઝ કાર્યક્રમ હશે, તેમાં અગાઉ જાણ કરવામાં આવે તે મુજબ મટીરીયલ વ્યવસ્થા જાતે વ્યવસ્થા કરવાની રહેશે, કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ફી નથી,
૨. જે વિષય/કાર્યક્રમમાં ભાગ લેવો હોય તેને તે વિષય પસંદ કરી ટીક કરવાની રહેશે,
૩. વધું માહિતી/સ્પષ્ટતા માટે મો.૮૮૬૬૫૩૧૮૮૧ (પિનાકીનભાઈ), ૭૦૯૬૭૭૯૯૫૩(વિધિબેન) અથવા૭૫૬૭૯૨૪૫૦૧ (જી.એન. કાકડિયા)નો સંપર્ક કરી શકશો
Bình luận