ઈવેન્ટ મેનેજમેન્ટ' અને 'જ્વેલરી મેન્યુફેકચરીગ' કમિટીમાં સભ્ય તરીકે નિયુક્તિ...
- Praja Pankh
- Jan 5, 2022
- 1 min read
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રી ફરોખ રૂવાલા અને શ્રીમતિ અમિષા ફરોખભાઇ રૂવાલાની 'આર્ટ એન્ડ કલ્ચર', 'ઈવેન્ટ મેનેજમેન્ટ' અને 'જ્વેલરી મેન્યુફેકચરીગ' કમિટીમાં સભ્ય તરીકે નિયુક્તિ

પ્રજાપંખ સચિન :મંગળવાર: ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના અગ્રણી સામાજિક કાર્યકર્તા અને વરિષ્ઠ જર્નાલિસ્ટ શ્રી એરવદ ફરોખભાઇ કેરસી રૂવાલા(દસ્તુર)(કુમાર બાવાજી) તથા શ્રીમતી અમિષા ફરોખભાઇ રૂવાલા(માયાકુમાર) ની આર્ટ એન્ડ કલ્ચર, ઇવેન્ટ મેનેજમેન્ટ અને જ્વેલરી મેન્યુફેકચરીગ કમિટીમાં સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વ્યાપાર ઉદ્યોગોની વિવિધ સમસ્યાઓ અંતર્ગત ચેમ્બર દ્વારા વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના વ્યાપારી-ઔદ્યોગિક પ્રશ્નોની રજૂઆત અને તેના નિવારણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે આ કમિટીની રચના કરવાંમાં આવી હતી. જેના સભ્ય તરીકે શ્રી ફરોખરૂવાલા અને શ્રીમતી અમિષા રૂવાલાની સભ્ય રૂપે નિયુક્તિ કરવાંમાં આવતાં તેઓને સમાજના અગ્રણીઓ અને મીડિયાપરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
留言