ઇ. પોકેટ વ્હિકલ ડીટેલ્સ દ્વારા બે ચોરી ની રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડતી સચિન પોલીસ
- Praja Pankh
- May 1, 2021
- 2 min read

સચિન : સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના અન ડિટેક્ટ ગુન્હા શોધાવા અને વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા બાબતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇના સુચનાઓથી અને ટેક્નીકલ માર્ગદર્શનથી ઇ. પોકેટમાં વ્હિકલ ડીટેલ્સ માં વાહનોના નંબર સર્ચ કરી વાહન ચેકીંગ હાથ ધરવામા આવેલ, આ વાહન ચેકીંગ દરમિયાન બે ઓટો રીક્ષા સાથે આરોપી નામે પિંકુ રામચંદ્ર પુનમચંદ્ર બેહરા ઉમ્ર ૨૩ રહે – ભેસ્તાન આવાસ આકાશ પ્રુથ્વી રો હાઉસ ના ને ઝડપી પાડી સચિન પોલિસ સ્ટેશન માં કલમ ૪૧ (1) ડી મુજબ આગળ ની કાર્યવાહી કરી છે. આ પ્રસંશનિય કામગીરીમાં ટીમ વર્ક બનાવી ખુદ પી.આઇ. એન. એ. દેસાઇ, તેમજ સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની સાથે એ. એસ. આઇ. પિતામ્બર વ્યંકટ, અ. પો. કો. પુંજાભાઇ પરબતભાઇ, અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદ્ ભાઇ અને અ.પો.કો પ્રવિણભાઇ ભિમાભાઇ જોડાયા હતા અને ઇ. પોકેટમાં વ્હિકલ ડીટેલ્સ માં વાહનોના નંબર સર્ચ કરી વાહન ચેકીંગ હાથ ધરવા સચિન રોડ પર ડ્યુટી કરતાં તે દરમિયાન બે ઓટો રીક્ષા કે જે બજાજ કંપનીની ગ્રીન અને બ્લેક કલરની હતી, તે ઓટો રીક્ષા જેની આગળ પાછળ રજીસ્ટર નંબર પ્લેટ ન દેખાતા જેને અટકાવી એ રીક્ષા સાથે આરોપી ને ઝડપી પાડી સદર રીક્ષાને લગતા પત્રકો માંગતા પોલીસને સંતોષ કારક જવાબ ન મળતા જે બાબતે ઉપરોક્ત જણાવેલ પ્રથમ રીક્ષા ની કિમત અંદાજિત રૂપિયા ૮૫,૦૦૦/- તથા (2) ની અંદાજીત કિમંત રુપિયા ૧,૧૦,૦૦૦/- જેટલી ગણી કુલ રુપિયા ૧,૯૫,૦૦૦ /-ના મુદ્દામાલ સાથે પંચનામાની વિગતે સી આર પી સી કલમ ૪૧ (1) ડી મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદર આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરી છે, આ સચિન પોલીસ સ્ટેશન દ્વારા ફરી વખત પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં ટીમ વર્ક માં પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, સર્વેલન્સ સ્ટાફના પી. એસ. આઈ. એ. એન. જાની સાથે એ. એસ. આઇ. પિતામ્બર વ્યંકટ, અ.પો.કો. પુંજાભાઇ પરબતભાઇ, અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદ્ ભાઇ અને પ્રવિણભાઇ ભિમાભાઇ જોડાયા હતા અને એક ટિમ વર્કમાં સુંદર કામગીરી કરી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મેળવી છે.
Comentários