ઇનોવામાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી સચિન પોલીસ..

સચિન પ્રજા પંખ : સચિન પોલીસ સ્ટેશન થી પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે
મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝન સાહેબશ્રી નાઓએ હાલ પ્રોહીબીશનની ડ્રાઇવ ચાલુ હોવાથી પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને સચિન પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો એ.એસ.આઇ.પિતામ્બર વ્યકંટ,અ.હે.કો.હસમુખભાઇ નારણભાઇ, અ.હે.કો.અરવિંદભાઇ ઉગાભાઇ,અપો.કો.વિજયસિંહ ભગવાનભાઇ, અ.પો.કો.મુકેશકુમાર શિવાજી, અ.પો.કો.દશરથભાઇ માવજીભાઇ બ.નં.૩૪૪૩, અ.પો.કો.રામશીભાઇ જગમાલભાઇ તથા અ.પો.કો.હેબતસિંહ રણછોડભાઇ નાઓ સાથે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અપો.કો.વિજયસિંહ ભગવાનભાઇ તથા લોકરક્ષક દશરથભાઇ માવજીભાઇ નાઓને સંયુક્ત મળેલ બાતમીનાં આધારે એક ઇનોવા ગાડી દારૂ ભરીને નીકળનાર છે. તે ગુપ્ત બાતમીનાં આધારે સચીન બોળંદ ગામના નાકા પાસે નાકાબંધી કરતા બાતમીમાં જણાવ્યા મુજબની દારૂ વાળી ઇનોવા ગાડી આવતા તેને ફિલ્મી ઢબે આડશ મુકી રોકીને તેને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ્લે નાનીમોટી બોટલ નંગ-૬૩૯ કિંમત રૂ.૮૯,૫૫૦/- તથા આરોપીના અંગ ઝડતી માંથી મોબાઇલ ફોન નંગ-૦૧ કિમત રૂ.૫૦૦૦/- તથા ગાડીની આશરે કિ. રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૪૪,૫૫૦/- ની મત્તાના મુદામાલ સાથે આરોપી નામે ચંચલ મખનલાલ નાંગલીયા રહે- જોલવા ગામ તા-પલસાણા જી-સુરત ને પકડી પાડી તથા વિદેશી દારૂનો જથ્થો આપનાર લોકેશ રહે-પલસાણા જી-સુરત જેને વોન્ટેડ જાહેર કરી સચીન પો.સ્ટે. ધી ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ-૬૫(ઇ)(એ),૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી સરાહનીય કામગીરી સચિન પોલીસે કરી છે.



Comments