આરોપીઓએ બીજી વાર કબ્જા રસીદ બનાવી ફરિયાદીના પ્લોટો પચાવી પાડ્યા...
- Praja Pankh
- Mar 3, 2022
- 1 min read

પ્રજાપંખ સચિન : સચિન પોલીસ સ્ટેશનમાં ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધાયો, જેના ફરિયાદી
સંજયભાઇ દ્વારીકા ચૌધરી છે જેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે
આરોપી (૧) સુરેંન્દ્રસિંગ બૈજનાથ સુરત (૨) સલીમ બિજનોરી રહે. સુરત (૩) મોહમદનાસીર કલ્લુ શેખ રહે. ભેસ્તાન સુરત, (૪) રાજુભાઇ કચરાભાઇ રાઠોડ રહે. એના ગામ તા.પલસાણા જી.સુરત તથા (૫) બાબુભાઇ સુખાભાઇ આ લોકોએ
સને-૨૦૧૬ થી હરકોઇ વખતે
ડીસ્ટીક સુરત, સબ ડિસ્ટીક સુરતના મોજે ગામ ભેસ્તાનના રે.સ.નં-૨૧૬, બ્લોક નં-૧૪૫ થી નોંધાયેલ ગણોતધારાની કલમ -૪૩ નવી શરતની જમીન કુલ્લે ક્ષેત્રફળ ૨૩૧૦૦ સ.ચો.મી છે જેનો આકાર રૂ.૩૫.૮૦ પૈસા વાળી ખેતીની જમીન પર બનાવવામાં આવેલ ‘સાંઇનાથ રેસીડેન્સી’ના પ્લોટ નં- ૧૩૬,૧૩૭ તે પ્લોટ આ કામના ફરિયાદીએ આરોપી નં-૧ સુરેન્દ્રસિંગ રાજપુત તથા આરોપી નં-૨ સલીમ બીજનોરી નાઓને કાયદેસર પૈસાની ચુકવણી કરી કબ્જા રસીદથી પ્લોટ નં- ૧૩૬ ત્તથા ૧૩૭ ખરીદ કરેલ છે જે પ્લોટૉની કબ્જા રસીદો જમીનના મુળ માલીક નવિનભાઇ સુખાભાઇ વિગેરેના કુલમુખત્યાર આરોપી નં-૫ બાબુભાઇ સુખાભાઇ તથા આરોપી નં-૪ રાજુભાઇ કચરાભાઇ રાઠોડ નાઓએ ફરિયાદીને તા. ૦૮/ ૦૯/ ૨૦૧૨ ના રોજ બનાવી આપેલ તેમ છતા આ કામના આરોપીઓએ એક બીજાની મદદગારી કરી સને- ૨૦૧૬માં ફરીથી આરોપી નં-૨ સલીમ બીજનોરીએ પોતાના નામની સદર પ્લોટોની કબ્જા રસીદ બનાવી તેના આધારે સને-૨૦૨૧માં આરોપી નં-૩ નાસીરભાઇના પત્નિના આસ્માબાનુના નામની કબ્જારસીદ બનાવી ફરિયાદીના પ્લોટોનો કબ્જો કરી પ્લોટો પચાવી પાડી રૂ. પાંચલાખની ફરિયાદી સાથે ઠગાઇ વિશ્વાસધાત કરેલ જેની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશને નોંધાઈ છે અને જેની તપાસ સ્થળ પર નિરીક્ષણ કરી પો.ઇંન્સ શ્રી કે.બી.ઝાલાનાં માર્ગદર્શનમાં વુ.પો.સ.ઇ શ્રી એસ.સી.સંગાડા
કરી રહ્યા છે.
Comments