આર્ટીસ્ટ એસો.ગુજરાત- રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ તરીકે સૂરતના રાકેશ બારોટ અને ગાંધીનગરનાં હિમાંશુ ભચેચ..
- Praja Pankh
- Nov 12, 2021
- 1 min read
આર્ટીસ્ટ એસો. ગુજરાત, નાં રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ તરીકે સૂરતના રાકેશ બારોટ અને ગાંધીનગરનાં હિમાંશુ ભચેચની વરણી


સચિન પ્રજાપંખ : આર્ટીસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી) નાં પ્રદેશપ્રમુખ ભગુભાઈ વાળા અને પ્રદેશ પ્રવક્તા અને પ્રસિદ્ધ લેખીકા સુ. હેતલ પંડ્યા ની અખબાર યાદીમાં જણાવ્યાનુસાર ગુજરાતમાં સંસ્થાનું વિસ્તરણ થાય તે ઉપરાંત સંસ્થા સરકાર અને કલાકારો વચ્ચે ની સાંકળતી કડી બની ગુજ. સરકાર સાથે પરામર્શ દ્વારા કલાકારો ની સમસ્યાઓનો ઉકેલ લાવી માન્ય સંસ્થા બની કલાકાર કલ્યાણકારી યોજનાઓની અમલવારી કરાવી શકે. નવા કલાકારો ને તૈયાર કરી પ્રોત્સાહિત કરી સાથે કલાકારો ની એક્તા વઘુ મજબૂત બને તે હેતુથી પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા એ પ્રદેશ સંગઠ્ઠનની મીટીંગ બોલાવી આર્ટીસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી)નાં રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ તરીકે રાકેશ બારોટ અને હિમાંશુ ભચેજ પર પસંદગી ઉતારી છે. રાજ્ય ઉપપ્રમુખ નો પરીચય જોઇએ તો ગાંધીનગર નાં બાળપણ થી જ રંગભૂમિ સાથે જોડાયેલા અને કલાકારો માટે સતત ચિંતિત રહેતા પ્રસિદ્ધ સિનીયર ટી.વી. નાટ્ય અને ફિલ્મ કલાકાર લેખક દિગ્દર્શક હિમાંશુ ભચેચ (છકો-મકો ફેઇમ) છે. જ્યારે બીજા સૂરતના વ્યવસાયે નામંકિત બિલ્ડર બારોટ સમાજના આગેવાન અને દક્ષિણ ગુજરાતનાં જૂની રંગભૂમિ થી લઈને નવી રંગભૂમિ નાં તમામ કલાકારો સાથે ધરોબો ધરાવતા યુવા રાકેશ બારોટ છે. આવા બન્ને કર્મઠ અને કાર્યદક્ષોની સર્વાનુમતે રાજ્ય ઉપપ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવતાં આ બંન્ને કલાકારોને ગુજરાત ભરના નામી અનામી કલાકારોએ હાર્દિક આવકારી અભિનંદન પાઠવી રહ્યા છે. આપ પણ એક ગુજરાતી તરીકે ફિલ્મ ટીવી કે નાટક સાથે કલા જગતમાં કોઈ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આપ પણ આપનું નામ આ.ઓ.જી. માં રજિસ્ટર કરાવી શકશો. નામ નોંધણી માટે ટુંક સમયમાં જ વધુ વિગતે માહિતી આપ સુધી પોહંચતી કરાશે એવું આર્ટીસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી)નાં રાજ્ય ઉપપ્રમુખ રાકેશ બારોટ અને હિમાંશુ ભચેજે જણાવ્યું છે.
留言