બી.એન્ડ ડી. બ્રધર્સ અને આરસીસી સચિન કનકપૂર દ્વારા શીતલ જલ ધારાનું લોકાર્પણ કરાયું.....
- Praja Pankh
- Apr 14, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : રોટરી કલબ ઓફ સુરત તાપી સંચાલિત રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન કનકપુર દ્વારા હંમેશા સામાજિક કાર્યો કરતી આરસીસી એ ગત વિકમાં અન્ય સામાજિક કાર્યો સાથે "માં ભગવતી" નામે ત્રણ જલ પરબનું લોકાર્પણ કર્યું હતું તેને જોતા બી.એન્ડ ડી. બ્રધર્સ (સોની બ્યુટીક) નાં માલિક મોહનભાઈ સોની દ્વારા ભર ઉનાળામાં લોકોની તથા પક્ષીઓની તરસ છીપાવવા માટે એમની મદદથી આજે મહાવીર જયંતિ નાં પવિત્ર પર્વ પર આમ રાહદારીઓ અને વાહન ચાલકો માટે સચિન મેઈન રોડ AtoZ હોસ્પિટલની બાજુમાં બી. એન્ડ ડી. બ્રધર્સ ( સોની બ્યુટી) સામે તા.૧૪/૦૪/૨૦૨૨ નાં રોજ બી. એન્ડ ડી. બ્રધર્સ જળધારા પરબનું લોકાર્પણ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન અને ઉદઘાટક તરીકે પધારેલ ચેરમેન કાયદા સમિતિ હસમુખભાઈ નાયકા તથા માજી સચિન પ્રમુખ મનોજસિંહ સોલંકી, ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત, AtoZ નાં મેનેજિંગ ડિરેક્ટર નિરવ પટેલ ,બી. એન્ડ ડી. બ્રધર્સ નાં મોહનભાઈ સોની તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિ કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ આરસીસી સચિન પરિવાર તથા જૈન સમાજ બંધુઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.ખાસ સુરેશ પિછોલીયા એ રાજસ્થાનથી શુભેચ્છા પાઠવી હતી,
એવું આર સી સી સચિન પ્રમુખ પ્રકાશ ભાવસારે જણાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા આરસીસીનાં સેક્રેટરી પ્રશાંત દેસાઇ, ઉપપ્રમુખ પવનભાઈ જૈન, કવિતા પાટીલ, સપના જૈન, રમેશ શાહ તથા અન્ય એ ભારે જહેમત ઉઠાવી હતી.
Commenti