top of page

આપ પાર્ટી દ્વારા વોર્ડ ૩૦, માં મીઠા પાણીની સુવિધા માટે પાલિકાને આવેદનપત્ર અપાયું....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 1, 2022
  • 2 min read

સચિન પ્રજાપંખ : આજે બપોરે ૧૨ કલાકે આપ પાર્ટી નાં પદાધિકારિઓ અને કાર્યકર્તા ભાઇ બહેનો એ સચિન ગેસ્ટ હાઉસ થી છેક સંકલિત વોર્ડ ૩૦ ઝોન બી કનકપુર નાં ઓફિસ સુધી સચિન પોલીસ પી આઇ કે. બી. ઝાલા ના માર્ગ્દર્શનમા પી.એસ.આઇ. એસ. આઇ. દેસાઇની નિગરાનીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વોર્ડ – 30 પ્રમુખ અલ્પેશ પરમાર અને સંગઠન મંત્રી કેતન સુરતી સાથે પગપાળા આવીને સંકલિત વોર્ડ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું, વોર્ડ – 30 પ્રમુખ અલ્પેશ પરમાર અને સંગઠન મંત્રી કેતન સુરતીએ આવેદનમાં જણાવ્યું છે. કે, સુરત મહાનગરપાલિકા ઝોન બી માં સમાવિષ્ટ વિસ્તારમાં મીઠા પાણીની સુવિધા જલદીથી આપવી જોઈએ એ અમારી માંગ છે. આપ પાર્ટી એ વધુમાં લખ્યું છે કે, વર્ષોથી સચિન વિસ્તારમાં પીવાનું પાણી ખારું આવે છે આ પાણીથી આપણે મોઠાં પર છાલક મારીએ તો આંખમાં ખારાશ લાગે છે જેનાથી આંખને નુકસાન થાય છે. પીવા માટે પણ આ જ પાણીનો ઉપયોગ થવાથી શરીરમાં અનેક પ્રકારની તકલીફ થાય છે, માનવ સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે. જેને લઇને અનેક બીમારીનાં ભોગ બનેલ છે. વધુમાં પાણીથી સ્નાન કરવાથી શરીરની ચામડીમાં અનેક પ્રકારના રોગો તેમજ માથાના વાળો પણ ખૂબ જ ખરાબ થઇ ગયેલ છે. આ વિસ્તારમાં રહેતી તમામ પ્રજાને આ પાણીથી ખૂબ જ નુકશાન અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક રોગોથી પ્રજા પીડિત છે. આ વિસ્તાર સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 30 માં સમાવિષ્ટ છે. છેલ્લા લગભગ 15 વર્ષથી આ બાબતે સત્તાના અધિકારી ઓ સમક્ષ લેખિતમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ખારા પાણીને કારણે વોટર ફિલ્ટર, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક ગીઝર તથા અનેક બિજા સાધનો ખારા પાણીના લીધે ચાલી શકતા નથી. જેને લઇને પ્રજાને આર્થિક રીતે પણ મોટું નુકસાન થાય છે. આજે પીવાના પાણી માટે લોકોને મોટી રકમ થી ફીલ્ટર પાણી નો ઉપયોગ કરવો પડે છે. આ બાબતે અગાઉ પંચાયત, નગરપાલિકા અને હાલ સુરત મહાનગર પાલિકામાં વારંવાર લેખિત તથા મોઢેથી રજૂઆતો કરવામાં આવી છે છતાં આ બાબતે કોઈ પણ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. સત્તાધીશો તરફથી ખાલી વચનો આપવામાં આવ્યા છે પણ આ ગંભીર સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. માટે અમો આ આવેદનપત્ર આપ શ્રી ને લેખીતમાં આપી રજૂઆત કરીએ છે જેનું ધ્યાન દઈ આ બાબતે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરી સચિન વિસ્તારની પ્રજાને મીઠું પાણી ની સુવિધા આપવા માટે રજૂઆત કરી છે. આજે આવેદન પત્ર આપવા માટે વોર્ડ ૩૦ આપ પાર્ટી પ્રમુખ અલ્પેશ પરમાર, સંગઠન મંત્રી કેતન સુરતી, પ્રદેશ મંત્રી પટેલ પ્રકાશ ભાઈ કોન્ટ્રાક્ટર, ૧૬૮ ચોર્યાસી વિધાનસભાનાં પ્રભારી જીતુભાઈ પટેલ, ઉપપ્રમુખ કૃણાલ ગોહિલ, યુવા પ્રમુખ નીરવ પટેલ મહિલા પ્રમુખ પૂનમ તિવારી મહિલા સંગઠન મંત્રી સોનિયા સોની, સુરત શહેર સહસંગઠન મંત્રી મુમતાજ મુલતાની, સુરત શહેર મહિલા પ્રમુખ નીતા પટેલ સુરત શહેર સહસંગઠન મંત્રી સોનલબેન શાહ વૉર્ડ ૨૮નાં ઉપપ્રમુખ જાફરભાઈ, રામાકાંત ભાઈ, પંકજ તાયડે, અને સંતોષ શીંગ તથા પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page