top of page

આજના કળશ યાત્રા રથને લોકપ્રિય ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇએ પ્રસ્થાન કરાવ્યો..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 27, 2023
  • 2 min read

પ્રજા પંખ સચિન: ગુજરાત સરકારના આદેશ અનુસાર આજે સુરત મહાનગર પાલિકાનાં બી ઝોન કનક પુર સચિન દ્વારા ૨૭/૦૯/ ૨૦૨૩ નાં રોજ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત બીજા રાઉન્ડની ઉજવણીમાં આજના કળશ યાત્રા રથને લોકપ્રિય ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇએ પ્રસ્થાન કરાવ્યો હતો, આ પ્રસંગે લાઈટ અને ફાયર સમિતિ ચેરમેન ચિરાગ સિંહ સોલંકી, માજી કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઈ નાયકા, નગર સેવિકા પિયુશાબેન પટેલ અને રીનાદેવી રાજપૂત, વોર્ડ ૩૦ ભાજપ પ્રમુખ દીપક ચૌધરી, મહામંત્રી મનોજ સિંહ સોલંકી તથા ગીરીશભાઈ પટેલ, ધનસુખ પટેલ અને ચંપક પરમાર, ગુજરાત ઉત્તર ભારત સેવા સંઘના પ્રમુખ અજિત રાજપૂત વગેરે ઉપરાંત એસ એમ સી નાં સહુ અધિકારી ડે. કમિશ્નર હર્ષદ કિનખાબવાળા, આસી. કમિશ્નર પ્રવીણ પ્રસાદ અને એન્જિનિયર રાજેશ જરીવાળા અને સંબધિત કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાકી જય નાં નારાથી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસંગને અનુરૂપ યાત્રામાં સ્થાનિક સમાજ ના આગેવાનો, એન જી ઓ, બાળકો તથા મહેમાનો જોડાયા હતાં સાથે આ કળશ યાત્રાનાં દૃશ્યોમાં સચિન કનકપુર ની સરકારી પ્રાથમિક ગુજરાતી, હિન્દી, ઉડિયા માધ્યમ તેમજ બીજું પટનાયક સ્કૂલ, વાઈબ્રન્ટ અંગ્રેજી સ્કૂલ અને સરસ્વતી હિન્દી સ્કૂલ તથા અન્ય શાળાના બાળકોએ યાત્રાનો રંગ રાખ્યો હતો એમણે કળશ અને હાથમાં તિરંગા તેમજ ઓરીસ્સા મહિલા મંડળની મહિલાઓ માટે કળશ રાખી એક લાઈનમાં ચાલતા અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર રૂટ માં લોકોએ, શાળાઓએ કુમ કુમ્ તિલક કરી ચપટી ચપટી ચોખાથી સ્વાગત કર્યું હતું. એસ.એમ.સી.નાં બી ઝોન દ્વારા આયોજિત 'મેરી મિટ્ટી મેરા દેશ' કળશ યાત્રા તા. 27/ 9 /2023 ને બુધવારના રોજ નક્કી કરેલ રુટ પ્રમાણે કનકપૂર જગન્નાથ મંદિર થી શરૂઆત કરી વાયા સુભાષ ચોકથી સાઉથ ઝોન –બી (કનકપૂર) કચેરી થી આગળ મેઇન રોડના આરોગ્ય કેન્દ્રની ડાબી બાજુ મહાકાલેશ્વર ચોક થી જમણી બાજુવાળા રુટ ઉપર વાયા. રંગ અવધૂત સોસાયટીથી વાયા સચીન બજાર થી એલ.ડી. હાઇસ્કૂલ પોહંચી હતી. જ્યાં સમાપન થયું હતું. આ રુટમાં સ્થાનિક સમાજના આગેવાનો, નગરજનો, નગર સેવકો, એન જી ઓ, અધિકારીઓ શાળાના બાળકોએ હોશે હોશે કાર્યક્રમને દીપાવ્યો હતો અને યાત્રાને સફળ પણ બનાવી હતી. અંદાજિત એક, દોઢ કિલો મીટર જેટલી દૃશ્યમાન થતી કળશ યાત્રામાં રાષ્ટ્રીય ફિલ્મી ગીતો સાથે અનેક બાળકોએ ભારત માતા તથા અન્ય વેશભૂષા સાથે રુટ પર આકર્ષણ જમાવ્યું હતું. પધારેલ ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈનું સ્વાગત બીજુ પટનાયક શાળાનાં બાળકોએ સ્વાગત નૃત્ય ગીતથી સ્વાગત કર્યું હતું ત્યારે કળશ યાત્રાની સહજ ચર્ચા માં ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ એ જણાવ્યું હતું કે દેશ માટે બલિદાન આપનારા માટે એક શ્રદ્ધાંજલી છે, ૭૫ વર્ષમાં ભારત ચંદ્ર પર પોહંચી ગયું, આવી અનેક મહાન સિદ્ધિઓ આપણા ભારતે મેળવી છે છતાં હજી વધુ સિદ્ધિ ભારત મેળવશે અને મહાન રાષ્ટ્ર બનશે....સમગ્ર સફળ કાર્યક્રમનો શ્રેય બી ઝોનના ત્રિદેવ કહેવાતા અધિકારીઓ ડે. કમિશ્નર હર્ષદ કિનખાબવાળા, આસી. કમિશ્નર પ્રવીણ પ્રસાદ અને એન્જિનિયર રાજેશ જરીવાળા અને એમના કર્મચારીની મહેનતને જાય છે.

 
 
 

댓글


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page