આજથી હોજીવાલા મંડળી ઓફિસ ખાતે મફત રસીકરણ વેક્સિન કેમ્પ શરૂ થયો
- Praja Pankh
- Apr 6, 2021
- 1 min read
સચિન :- સુરત જિલ્લા ચોર્યાસી તાલુકા આરોગ્ય કેન્દ્ર અને સચીન ઉદ્યોગ નગર સહકારી મંડળી લી. દ્વારા હાલની કોરોના વાયરસ (કોવિડ-19) ની પરિસ્થિતી ધ્યાને લઈ, હોજીવાળા વિસ્તારમાં કોવિડ-19 ને નિયંત્રણ રાખવા સકારશ્રી ગુજરાત રાજ્ય ની સૂચનાઓ પ્રમાણે સચિન પાસે આવેલ હોજીવાળા ઓધોગિક વિસ્તારમાં સચીન ઉદ્યોગ નગર સહકારી મંડળીની બનેલ સુરક્ષા કવચ સમિતિ દ્વારા વેક્સિન અમલીકરણની કામગીરી હેમંતભાઈ હોજીવાળા – પ્રમુખ સચીન ઉદ્યોગ નગર સહકારી મંડળી લી. ના માર્ગદર્શનમા તેમજ પ્રમુખ ચોર્યાસી તાલુકા પંચાયત આસ્તિકભાઇ પટેલના વિશેષ સહયોગથી તથા વી એચ પી ના સહમંત્રી સંજય માથુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સચિન થકી તારીખ 06-04-2021 મંગળવાર સમય સવારે 10:00 થી શરૂ થઈ છે જેમાં સ્થાનિક ફેક્ટરીવાળાઓ અને કારીગરો વિષેશ સહયોગ આપવાનો શરૂ થયો છે આજે પ્રથમ દિવસે 200 જેટલી વેક્સિન માલિકો અને કારીગરોને આપવાનો ટાર્ગેટ છે. આજથી શ્રમજીવીઓને કે જેઓ 45 વર્ષથી ઉપરના છે તેમણે વેક્સિન આપી રહ્યા છે તેઓ અહી સ્થાનિક હોજીવાળા ખાતે ની તમામ ફેક્ટરીના કારીગરોએ પોતાનું આધાર કાર્ડ સાથે આવી રહ્યા છે. અહી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. પૂર્ણ પી એસ સી સચિનનો સ્ટાફ સેવા આપી રહ્યો છે. આ કેમ્પ માટે ગોવિંદ મામા દ્વારા તારીખ અને સમય દરેક ફેક્ટરીવાળાને ફાળવવામાં આવે છે જેથી ભીડ ન થાય. મંડળીની ઓફિસ રોડ નંબર ૧૦, પાણી ની ટાંકી પાસે રસીકરણ વેક્સિન કેમ્પ શરૂ કરેલ છે. અહી કોવિડ-19 ની ગાઈડ લાઇનનું પાલન કારીગરોએ કરવાનું રહે છે. અને તકેદારી રૂપે અહીથી વેક્સિન લીધા બાદ 30 મિનિટ ડોકટરની નિગરાણીમાં આરામ કરી પછી રાજા અપાય છે. વધુમાં સૂચના અપાઈ છે કે, ફેકટરીના ગેટ પર વેક્સિન લીધાના નામ સાથે નું લિસ્ટ મૂકવાનું રહશે એવું સ્થાનિક સચીન ઉદ્યોગ નગર સહકારી મંડળી લી.ના મેનેજિંગ ડાયરેકટર એવા ગોવિંદભાઇ ગોંડલિયા (મામા) મેનેજિંગ ડાયરેકટરે જણાવ્યુ છે
Comentarios