અંબિકાનગર પારડી કણદે સચિનથી 15 વર્ષના તરુણીનું અપહરણ ...
- Praja Pankh
- Sep 5, 2021
- 1 min read
અંબિકાનગર પારડી કણદે સચિનથી 15 વર્ષના તરુણીનું અપહરણ કરનાર સામે આ અંગે તરુણીનાં પરિવારે સચિન ( કનક્પુર ) પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. પોલિસની શોધ-ખોળ શરુ. . . .

સચિન પ્રજાપંખ દ્વારા : સચિન પોસ્ટેમાં કનકપુર પોલિસ ચોકીના એસ. આઇ. દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા મળતી મહિતી અનુસાર ગત રોજ ઇ.પી.કો.કલમ-૩૬૩ મુજબની એક ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી રેખાબેન ફ્રાન્સીસમાઇ માથીયસભાઇ ચૌલવીયા જેઓ રહે અંબિકા નગર સોસાયટી પારડી કણદે સચિન નાઓએ જણાવ્યુ છે કે, તેમની દિકરી તા ૧૫ વર્ષ ૧૧ માસ ૧૫ દિવસ તારીખ ૦૧/૦૯/૨૦૨૧ ના કલાક-૧૧-૦૦ વાગ્યાના સુમારે અંબિકાનગરમા રહેતો અનુજ ઉર્ફે અન્નુ યોગેશ બારોટે રેખાબેન ફ્રાન્સીસમાઇ માથીયસભાઇ ચૌલવીયાની દિકરી શિતલને લલચાવી ફોસલાવી બદઈરાદે અપહરણ કરી ઉપાડી ગયેલ છે. જે અંગે સચિન પોલીસનાં કનકપુર પોલિસ ચોકીના એસ. આઇ. દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા નિયમાનુસાર કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી બારીકાઇથી શોધ-ખોળ હાથ ધરી દિધી છે. અપહરણ થયેલ શિતલ ૧૧ ધોરણ સુધી એલ.ડી. હાઇસ્કુલ ખાતે ભણી છે. તરુણી શિતલ રંગે ઘંઉ વર્ણ, આશરે 5 ફૂટ, મધ્યમ બાંધાની અને કાળી આંખો વાળી છે. જેણે આસમાની સ્કુલ ડ્રેસ અને પગમા બ્લેક કલરની ચપ્પલ અને કાનમા સોનાની બુટ્ટી પહેરેલ છે. ગુજરાતી અને હિંદી ભાષા જાણે છે. પોતાની સાથે બે જોડી કપડા પણ લઈ ગયેલ છે, જેથી કોઇ પણ સ્થળે આ ફોટોવાળી તરુણી નજર પડે તો તાત્કાલેક સચિન પોલિસ સ્ટેશન 0261-2392258 તથા મો.નંબર 70161 86849 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરાઇ છે.
Comments