top of page

અવસર છે લોકશાહીનો - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ સુરત જિલ્લામાં કુલ મતદારો ૪૭,૩૯,૨૦૧

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 11, 2022
  • 1 min read

રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ૪,૯૦,૮૯, ૭૬૫


મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા દરમિયાન મળેલ હક્ક-દાવાઓના નિકાલ બાદ

આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી*


૯૪૫૫૪ જેટલા નવા મતદારો ઉમેરાયાઃ

સુરતઃસોમવારઃ- ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમા હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ ૧૦મી ઓકટોબર,૨૦૨૨ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯, ૭૬૫ મતદારોની નોંધાય છે.

આ મતદારયાદી અનુસાર જિલ્લામાં ૪,૭૩,૯૨૦૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧૫૯ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. કુલ મતદારોમાં ૨,૫૪,૬૯૩૩ પુરૂષ અને ૨૧,૯૨,૧૦૯ મહિલા મતદારો નોંધાયા છે. કુલ ૭૩૨૦૫ જેટલા નવા મતદારો નોંધાયા છે જે પૈકી ફોર્મ નં.૬ ભરીને ૯૪૫૫૪ મતદારો નોંધાયા છે જયારે ફોર્મ-૭ અંતર્ગત ૩૯૭૮૩ મતદારો કમી કરવામાં આવ્યા છે. આમ કુલ ફોર્મ ૮ હેઠળ ૧૮૦૦૦ થી વધુ માઈગ્રેટ હેઠળ મતદારો નોંધાયેલા છે.

ફોર્મ-૮ હેઠળ રહેઠાણ બદલાયા હોય, મતદારયાદીમાં નામો સુધારવા, નવા ફોટો ઓળખકાર્ડ માટે કુલ ૧,૦૮,૮૯૭ ફોર્મ મળ્યા હતા. જેમાં પૈકી ૧૦૦૫૦૯ ફોર્મ મજુર કરવામાં આવ્યા હતા.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન,૨૦૨૨માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે.નવા સુધારાઓ સાથે તા.૧૨મી ઓગસ્ટ-૨૦૨૨ થી ૧૧મી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી. આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે જિલ્લામાં ૧૮ થી ૧૯ વયના જુથમાં ૩૬૭૨૯ યુવા મતદારોએ નોંધણી કરાવી છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page