top of page

અમો બેંકમાથી બોલીએ છીએ, તમારૂ એ.ટી.એમ. કાર્ડ બ્લોક થઇ ગયેલ છે????

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 1, 2021
  • 2 min read

ભારતના જુદા-જુદા રાજ્યોમાં સાઇબર ક્રાઇમના ગુન્હા આચરતી ઝારખડ રાજ્યની ગેંગને પકડી પાડતી સચીન GIDC પોલીસ

અમો બેંકમાથી બોલીએ છીએ, તમારૂ એ.ટી.એમ.કાર્ડ બ્લોક થઇ ગયેલ છે, તમોને લકી ડ્રો લાગેલ છે, વગેરે જેવી ખોટી હકીકત જણાવી કોલરને લાલચ આપી તેઓને વાતોમાં ભોળવી તેમજ ઘણા લોકોને મેસેજ દ્રારા લીંક મોકલી તેઓને ઝાંસામાં લઇ તેઓની બેંક એકાઉન્સટ સંબધિત માહિતી મેળવી બેંકમાથી પૈસા પડાવતા ગઠિયા સચીન GIDC પોલીસ દ્વારા ઝડપાયા

પ્રજાપંખસચિન : સુરત પોલીસ કમિશ્નર દ્વારા વણઉકેલ્યા કેસો શોધી કાઢવાની મળેલ સૂચનાઓ મુજબ ગત રોજ તા.૨૮/૦૨/૨૦૨૧ સચિન જી આઈ ડી સી પોલીસ સ્ટેશનના પી આઈ એમ. વી. તડવીના માર્ગદર્શનમા સરવેલન્સ સ્ટાફ એ એસ આઈ રજનીકાંત ખમુભાઈ, તથા બીજા સાથી પોલીસ મિત્રો વણ શોધાયેલા ગુનાહો શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગના રાઉન્ડમાં હતા ત્યારે અહેકો પંકજ સુરેશચંદ્ર ને મળેલ ખાનગી બાતમીના આધારે બલેરો ગાડી નંબર JH-10-BY 7878 ની સાથે ઝારખાંડ ગેંગના કુલ-૬ ઇસમો (૧) સફાર મો.બશીર અંસારી ગામ- જામા, મનીયા રેડી, જી.-દેવઘર, ઝારખાંડ (૨) મહાંમદ મેહતાબ S/O અશરફ અલી અંસારી ગામ-મનીયારડી, (૩) અબ્દુલ ગફાર મોહમ્મદ બશીર અંસારી - દેવઘર ઝારખાંડ (૪) મો.અબ્દુલ સફીક મીયા અન્સસારી ઝારખાંડ (૫) મો.મસરાજુદ્દીન S/O નીજામદ્દુીન અંસારી ઝારખાંડ (૬) અકબર અજીમમીયા અન્સસારી જી-દેવઘર, ઝારખાંડ નાઓને વોચ ગોઠવી ઝડપી પાડેલ અને તેઓની પાસેથી નીચે મુજબનો મુદ્દામલ કબ્જે કરવામાં આવેલ છે. સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ મદ્દુામાલ માં (૧) ફોર વ્હીલ બલેરો કાર રજી.નંબર J H-10-BY-7878 કિમત .રૂ.૬,૦૦,૦૦૦/- (૨) બલેરો કારની ચાવી નંગ 01 રૂ.૦૦/- (૩) મોબાઇલ ફોન ન નંગ -૦૪ .રૂ.૪૫,૦૦૦/- (૪) રોકડા રૂપિયા ૪૨,૪૯૦/- (૫) ખુલ્લા સીમ કાર્ડ - ૨૮ .રૂ.૦૦/- (૬) મોબાઇલ ફોનના સીમ કાર્ડ નંગ -૦૮ .રૂ.૦૦/- (૭) બેંક ડેબીટ કાર્ડ નંગ -૩ કક.રૂ.૦૦/- (૮) આયકર વિભાગના પાન કાર્ડ નંગ -૩ કિમત .રૂ.૦૦/- મળી કુલ મદ્દુામાલ રૂ. ૬,૮૭,૪૯૦/- પકડાયેલા ઇસમોને યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા તેઓએ ભેગા મળી છેલ્લા છ માસ દરમ્યાન ઝારખંડ ખાતેથી જુદા જુદા રાજ્યોના મોબાઇલ કોડ ગૂગલ દ્રારા સર્ચ કરી તેની પાછળના કોઇ પણ છ નંબરો એડ કરી કોલીંગ કરી કોલરને અમો બેંકમાથી બોલીએ છીએ, તમારૂ એ.ટી.એમ.કાર્ડ બ્લોક થઇ ગયેલ છે, તમોને લકી ડ્રો લાગેલ છે, વગેરે જેવી ખોટી હકીકત જણાવી કોલરને લાલચ આપી તેઓને વાતોમાં ભોળવી તેમજ ઘણા લોકોને મેસેજ દ્રારા લીંક મોકલી તેઓને ઝાંસામાં લઇ તેઓની બેંક એકાઉન્સટ સંબધિત માહિતી મેળવી કોલર પાસેથી તેમના એ.ટી.એમ.કાર્ડ ના ૧૬ ડીજીટના નંબરો, એક્ષપાયરી ડેટ, તથા સી.વી.વી. નંબરો મેળવી તેના આધારે લોકાના બેંક એકાઉન્ટ માથી તેમની જાણ બહાર PAYTM, PHONE PAY , ગૂગલ પે જેવી જુદી જુદી મોબાઇલ એપ્લીકેશનમાં વોલેટ બનાવી તેના દ્રારા પૈસાનુ ટ્રાન્સજેક્શન કરી ગુન્હો આચારતા હોવાની કબૂલાત કરેલ છે સચિન જી આઈ ડી સી દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરનારા પો. અધિકારી અને કર્મચારીઓ નીચે મુજબ છે પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.તડવી તેમજ એ. .એસ.આઇ.રજનીકાંત ખૂમાભાઇ, અહેકો. ગુલાબભાઇ ભટુભાઈ, અહેકો. પંકજ સુરેશચંદ્ર, અહેકો. રાજુભાઇ રઘુનાથભાઈ. અહેકો નરેશભાઇ ચતુરભાઈ, અહેકો. પુંજાભાઈ નારાયણભાઈ, અહેકો અરવિંદભાઇ વાસુદેવભાઈ. અહેકો મહેન્દ્રભાઇ ઉદેસિંગભાઈ. અહેકો અજયભાઈ સમુભાઈ, અહેકો. દિપ્ક્કુમર હરિસંગ, અપોકો દર્શન શૈલેષભાઈ, અપોકો ગિરીશભાઈ નારસંગભાઇ, અપોકો અનિલભાઈ સેંધાભાઈ, અપોકો અનંત દિનેશચંદ્ર, અપોકો હાર્દિક રામજીભાઇ, અપોકો ભગવાન પ્રકાશરાવ, અપોકો રાહુલસિંહ બળવંતસિંહ અને અપોકો નિલેષભાઈ ધીરુભાઈ નાઓએ ટિમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરી છે.

 
 
 

Комментарии


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page