અમદાવાદ આંબાવાડીમાં નવી પહેલ સ્થાનિકોએ શરુ કર્યું કોરોના કાજે ચેરીટેબલ ક્લિનિક –
- Praja Pankh
- May 8, 2021
- 2 min read

પોત પોતાના વિસ્તારમાં પોઝિટીવ કેસ વધી ન જાય જે માટે સ્થાનિકો હવે જાગ્રુત થઈ આગળ આવ્યા, અને કોરોના પોઝિટીવ દર્દીઓ માટે જરુરી સાધનો સાથેનું નવું ક્લિનિંક ઉભું કર્યુ, આ ક્લિનિક્નું ઉદ્ઘાટન ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ ડો. પ્રધુમ્ન વાજા અને ધારાસભ્ય રાકેશ શાહએ સ્થાનિક નગરજનો અને કાઉંસીલોની ઉપસ્થીતિમાં કર્યુ. . . . .
સચિન : કોરોનાની બીજી વેવે ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે જ્યાં ત્યાં બેડ નથી, ઓક્સિઝન નથી, હોસ્પિટલોમા જગા નથી આવા જવાબો સામે આમ પ્રજા હવે પોતે પોતાના મોહલ્લામાં રહેતા રહિશો માટે વિચારવા લાગી છે. આવા સમયે જ્યારે લોકો સારવારની સુવિધાઓની કમી મહેસુસ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ આંબાવાડીમાંજ રહેતા ૫૦,૦૦૦ થી વધુ શ્રમિક લોકોની વહારે જાગ્રુત અને સક્ષમ સ્થાનિકો આગળ આવ્યા છે. અમદાવાદનાં આંબાવાડીમાંજ રહેતા અને ખુબ જ ગરીબીમાં પોતાનું શરુઆતનું જીવન વિતાવનાર રમેશભાઇ ભલાભાઇ મકવાણા કે જેઓ હાલમાં એક ઉચ્ચ કક્ષાના બિલ્ડર છે તેમણે આંબાવાડીમાં કાર્યરત સમ્યક સીનિયર સિટિઝન કલબ અને આંબાવાડી યુવા સંઘના સહયોગથી ચેરીટેબલ ક્લિનિંક શરુ કરી સ્થાનિકો માટે ઘણી રાહત આપી છે. આંબાવાડીના જુનાં બે ક્લિનિંકો ઉપર વહેલી સવારથી જ દર્દિઓની કતારો લાગતી હતી, જેમાં કોરોના પોઝિટીવ દર્દીઓ પણ ઇલાજ માટે આવતા હતાં. જેના કારણે આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધશે તેવો ભય ઉભો થતાં જ માનનિય સમાજસેવી બિલ્ડર એવા રમેશભાઇ મકવાણાએ બધી સુવિધાઓ સાથેનું એક દવાખાનું પોઝિટીવ દર્દીઓ માટે યુદ્ધનાં ધોરણે ખોલવાનું મન બનાવી લિધું હતું. જે માટે સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો અને આ સેવા યજ્ઞમાં જોડાવા માંગતા તત્પર અનુભવી ડોકટરો સાથે વિસ્તાર પુર્વક ચર્ચાના અંતે જરુરી સરકારી કાર્યવાહી કરી રંગવર્ષા સોસાયટીમાં ૩૫૦ વારના બંગલામાં આંબાવાડી ચેરીટેબલ ક્લિનિક ટુંકા સમયમાં તૈયાર કરી દીધુ. જેનું ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ ડો. પ્રધુમ્ન વાજા અને ધારાસભ્ય રાકેશ શાહએ પાલડી અને નવરંગપુરા વિસ્તારના કોર્પોરેટરો અને સ્થાનિકોની હાજરીમાં ઉદ્ઘાટન કરી આ દવાખાનું લોકો માટે લોકાર્પણ કર્યુ હતું. કોરોના મહામારીના આ કપરા સમયમા આ દવાખાનું ખુલી જતાં આંબાવાડી વિસ્તારના લોકોએ હવે રાહતનો દમ લીધો છે અને દિલથી રમેશભાઇ મકવાણા અને સહયોગીઓને આશિર્વાદ આપી રહ્યા છે.
Comentarios