top of page

અત્તર અને પરફ્યુમ બનાવતા કારખાનામાં લાગી મોટી આગ .....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 19, 2021
  • 1 min read

સચિન જી. આઈ. ડી. સી. ભિવંડી એરિયામાં અત્તર અને પરફ્યુમ બનાવતા કારખાનામાં, ભારે ગરમીમાં લીકેજ કે અન્ય કારણે લાગી ભયંકર આગ



સચિન : આજ રોજ બપોરે 2 વાગ્યા ની આસપાસ ભિવંડી એરિયામાં આવેલ રોડ નંબર 4, પ્લોટ 425/6 માં મોટી આગ લાગી હતી, માજી સેક્રેટરી મયુર ગોળવાળા પાસેથી મળતી માહિતી મુજબ કારખાનામાં અત્તર અને પરફ્યુમ બનતા હતા, આગ લાગતા આ કારખાનાના શેડ ને ભારે મોટું નુકસાન થયું છે. આ ફેકટરી માલિક દ્વારા ભાડેથી આપેલ, હતી. જ્યાં અત્તર અને પરફ્યુમ બનતા હતા જેનો મોટો જથ્થો બહાર બોક્સમાં મૂકેલા હતા તેમાં અચાનક લીકેજ કે અન્ય કારણોસર ભડકો થતાં જેમાં કમનશીબે કોઈ જાનહાનિ થઈ નથી, મયુર ગોળવાળાને ખબર પડતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા અને મોટી આગ હોનારત જોઈ ત્વરિત નિર્ણય લઈને ફાયર બ્રિગેડ ને બોલાવી તથા જેસીબી લઈને બારી તોડાવી પાણી અને ફોમનો છટકાવ કર્યો હતો. ત્યારબાદ 5 કલાકે આગ કાબુમાં આવી હતી. હજી ધીરે ધીરે ધુમાડા નીકળી રહ્યા છે. આમ એક મોટી હોનારત થતાં બચી જવા પામી છે. આગ ઓલવવા માટે હોજીવાળા એસ એમ સી અને જી આઇ ડી સી ના કુલ 6 ફાયર બ્રિગેડના બંબા અને ફાયરમેન ઉપસ્થિત રહ્યા હતા અને જેમતેમ પાંચ છ કલાકે આગ કાબુમાં લીધી હતી. ઘટના સ્થળે સચિન ઇન્ડ. કો.ઑ.સોસાયટીના પ્રમુખ મહેન્દ્રભાઇ પણ ઉપસ્થિત હતા સમગ્ર વિડીયો ફોટો પ્રજાપંખને બિપિન રામણી એ મોકલ્યા હતા.





 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page